Mission and GirirajSeva
ગીરીરાજ ની સેવા માં આશાતના નિવારણ, સ્વયં પ્રભુ પૂજાનો લાભ અને કાર્યની દેખરેખ માટે ૧૪ સ્થાનો અને ૩૦ સ્વયંસેવકોથી સુસજ્જ, સેવાભાવી ઉત્સાહી અને ધર્માનુરાગી યુવાન ભાઈઓ ની સેવાનાં સાથવારે કર્મક્ષયનો અમૂલ્ય અવસર..
Giriraj Seva can be done by allotting 14 location to 30 Volunteer.
NAMO AADI JINESHWARAM
તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની સેવા કરવાનો ભાવ કોને ન હોય, જે ગીરીરાજ પરથી અનંતા આત્માઓ સિદ્ધિ પદને પામ્યા હોય, તેવા ગીરીરાજ પ્રત્યે કોના દિલમાં ભાવ ન હોય? તો આવો આ સેવા નો લાભ લેવા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી આપને આવકારે છે..
Shri Anandnji Kalyanji Pedhi invites you to come and serve the most pious Jain Tirth Shri Shetrunjay Giriraj.
Importance Of Shatrunjay
પાણી વિનાનો ચોવિહાર છઠ્ઠ કરી જે જીવ શત્રુંજયની સાત યાત્રા કરે છે તે ત્રીજા ભવે મોક્ષ પામે છે. શત્રુંજય ઉપર જે મનુષ્ય છત્ર,ધજા,પતાકા,ચામર ને કળશ મુકે તે દાનથી તે વિધાધર થાય છે અને રથ કરાવીને મુકે તો ચક્રવર્તી પદ પામે છે. આજે પણ જે મનુષ્ય ભાત પાણી નો ત્યાગ કરી શત્રુંજય ઉપર અનશન કરે તે અનાચારી હોય તો પણ સુખપૂર્વક સ્વર્ગ માં જાય છે . જે પુણ્ય અન્ય તીર્થે કરોડ મનુષ્યઓ ને ઈચ્છિત જમણ થી થાય તે શત્રુંજયમાં એક ઉપવાસ કરવાથી થાય છે. જે શત્રુંજય ગિરિ પર પ્રતિમા ભરાવે કે જિન મંદિર કરાવે તે પુરા ભરત ક્ષેત્ર ને (ચક્રવર્તીપણે )ભોગવી ઉપસર્ગ રહિત એવા સ્વર્ગ માં વસે કે મોક્ષ પામે છે . થરાદના આભૂ સંધપતીએ શત્રુંજય સંધમાં ૧૨ કરોડ સોનામહોર ખર્ચ કર્યો હતો .૬૩૦૦૦૦ પુસ્તકો લખાવ્યા તથા ૩૦૦ સાધર્મિકોને પોતાના જેવા બનાવ્યા.
The Person who do darshan of Giriraj 7 times by doing 2 days Fast without Water and Food can go to Moksha or Ultimate Destination in 3rd Birth.
શત્રુંજય પર્વત :
૮૬૩ ઉપરાંત શિખરબંધ દેરાસરો . ૬૦૩ મીટર ઊચી પર્વતમાળા . ૩૭૫૦ પગથીયાં . ૨૦ એકરનો કુલ ગઢ . ૧૦૭૭ ફૂટની સમુદ્ર થી ઊચાઇ દાદાની મુખ્ય ટુક . ૧૬ વખત જીણોદ્ધર ૨૯૭૦૦૦૦૦ રૂ. દેરાસરના નિર્માણ પાછળ તત્કાલીન ખર્ચ . શાશ્વત તીર્થ ની યાત્રા ઓ : કારતક પૂર્ણિમા યાત્રા . અખાત્રીજ ની યાત્રા . ચૈત્રી પૂનમ ની યાત્રા . નવાણું યાત્રા
There are 863 Sikharbandh Derasar. 603 Meter Mountain Range. 3750 Steps. 20 Acre Mountain. 1077ft height from Sea Level to Aadinath Dada Main toonk. This is a Shashwat Tirth which is there since infinite time which will be there till infinite time.
યાત્રા ના પર્વ દિવસો ....
કારતક સુદ ૧૫ : શ્રી ઋષભદેવના પૌત્ર દ્રવીડને વરિખીલ્લ દસ કરોડ મુની સાથે સિદ્ધિ પદ ને પામ્યાનો દિવસ. મહા વદ ૧૩: શ્રી ઋષભદેવની નિર્વાણ કલ્યાણક તિથી . મહા સુદ ૧૫: શ્રી મરુદેવી માતાના ચૈત્યની વર્ષગાંઠ . ફાલ્ગુન સુદ ૮ : શ્રી ઋષભદેવ આ તિથીએ પૂર્વ નવાણું વાર સીદ્ધાચયે સમોસર્યા . ફાલ્ગુન સુદ ૧૦ : નમી – વિનમી બે કરોડ મુનીઓ સાથે મોક્ષે ગયા છે . ફાલ્ગુન સુદ ૧૩: શ્રી કૃષ્ણના પુત્ર શામ્બ ને પ્રદુમ્ન સાડા આઠ કરોડ મુનીઓ સાથે ભાડવા ડુંગરે સિદ્ધિ પદ ને પામ્યા.(છ ગાઉ ની પ્રદક્ષિણા ). ફાલ્ગુન સુદ ૧૫ : શ્રી પુંડરીક સ્વામીએ પાંચ કરોડ મુનીઓ સાથે સિદ્ધગીરી પર અનસન કર્યું . ફાલ્ગુન(ચૈત્ર) વદ ૮: શ્રી ઋષભદેવના જન્મકલ્યાણક તથા દિક્ષાકલ્યાણક તિથી (વરસી તપની શરુઆત ). ચૈત્ર સુદ ૧૫: : શ્રી પુંડરીક ગણધર પાંચ કરોડ મુનીઓ સાથે શત્રુંજય ઉપર સિદ્ધિ પદ ને પામ્યા. ચૈત્ર(વૈશાખ) વદ ૧૪ : નમી વિધાધર ની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ સિદ્ધિ પદ પામી(ચર્ચગીરી ) .
Major days if Yatra
1. Kartak Sud 15. : 10 Crore Muni Bhagwant achieved Moksha
2. Maha Vad 13 : Dada Aadinath Nirvan Din
3. Maha Sud 15 : Mata Marudevi Chaitya Anniversary
4. Falgun Sud 8 : Dada Aadinath Samosarya 99 times.
5. Falgun Sud 10 : 2 Crore Muni Bhagwant achieved Moksha
6. Falgun Sud 13 : 8.5 Crore Muni Bhagwant achieved Moksha , 6 Gaun Pradakshini Din
7. Falgun Sud 15 : 5 Crore Muni Bhagwant Anshan
8. Chaitra Sud 15 : 5 Crore Muni Bhagwant achieved Moksha
શત્રુંજયની મુખ્ય નવ ટુક
શેઠ નરશી કેશવજીની ટુક. ચૌમુખ ની ટુક. છીપા વસહી ટુક સાકર વસહી ટુક નંદીશ્વર ટુક હેમ વસહી ટુક પ્રેમ વસહી ટુક બાલા વસહી ટુક શ્રી મોતી શાહ ની ટુક
Nav Toonk
1. Sheth Narshi Keshavji Toonk (Abhinandan Swami/ Chandan na Neminath)
2. Chomukh Toonk (Dada Aadinath)
3. Chipawasi Toonk (Dada Aadinath)
4. Sakarsha Toonk (5 Dhatu Chintamani Parshwanath)
5. Nandishwardweep / Ujamfai Toonk (Dada Aadinath)
6. Hema Bhai Toonk (Ajit Nath Dada)
7. Premvasahi Modi Toonk (Dada Aadinath/ Sahstrafana Parshwanth)
8. Balabhai Toonk (Dada Aadinath)
9. Motisha Toonk (Dada Aadinath)
દાદાના દરબાર નું અવનવું :
૧૯૭૨ દેરીઓ . ૧૨૪૫ કુંભ . ૨૧ સિંહ ૭૨ થાંભલા ૧૦ દિક્પાલ ૩૨ તોરણો ૩૨ પૂતળી ઓ . ૨૯૧૩ પાષાણ ની પ્રતિમા ૧૫૦૦ પગલા ૫૨ હાથ મંદિર ની ઊચાઇ . ૧૧૩ ધાતુ ની પ્રતિમા.
1972 Deri
1245 Kumbh
21 Lions
72 Pillars
10 Dikpal
32 Toran
32 Putdio
2913 Pratimaji
1500 Paglaji
113 Dhatu Pratimaji
|| ગીરીરાજ સેવા કારણ તત્પર નમો આદિ જીનેશ્વરમ ||
તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની સેવા કરવાનો ભાવ કોને ન હોય, જે ગીરીરાજ પરથી અનંત આત્માઓ સિદ્ધિ પદને પામ્યા હોય, જેના કણ કણ માં સિદ્ધ આત્માઓના પુદગલો વ્યાપ્ત હોય તેવા ગીરીરાજ પ્રત્યે કોના દિલમાં ભાવ ન હોય? તો આવો, આ સેવા નો લાભ લેવા શેઠ આણંદજી કલ્યાણજી આપને આવકારે છે. વેપાર, કારોબાર, નોકરી તેમજ અન્ય કાર્યોમાં વ્યસ્ત જીવનમાં ભાવ હોય તો પણ કેટલો સમય આપણાથી ફાળવી શક, સેવા માટે? તો જવાબ છે, ફક્ત ૩ દિવસ એક વર્ષમાં. હાલમાં સમગ્ર ગીરીરાજની વ્યવસ્થા, સંચાલન શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા થાય છે, આપણે યાત્રાએ આવીએ છીએ અને દાદાની સેવા-પૂજા પ્રક્ષાલ કરી ઉત્સાહથી ચૈત્ય વંદન આદિ વિધિઓ પૂર્ણ કરી સવ્સ્થાને પાછા જઈએ છીએ. ગીરીરાજ ની સેવામાં આપણો થોડો હિસ્સો ભળે તે હેતુ થી નીચેના મહત્વ નાં સ્થાનો અપર આપણા સેવાભાવી ઉત્સાહી અને ધર્માનુરાગી ભાઈઓ ની સેવાનો સાથ લેવાનું આયોજન વિચારેલ છે. આ સ્થાને આપને ફરજ બજાવીશું: શ્રી દાદાનો ગર્ભદ્વાર – ૧ સ્વયંસેવક શ્રી દાદાનો રંગ મંડપ– ૧ સ્વયંસેવક શ્રી દાદાનો ટૂંકનો પરિસર– ૪ સ્વયંસેવક શ્રી વિમલ વસહી શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસર થી શ્રી કુમારપાળ દેરાસર સુધીના પગથીયા બંને બાજુના જિનાલયો – ૪ સ્વયંસેવક ગીરીરાજ ઇન્સ્પેકટર ઓફીસ – ૨ સ્વયંસેવક શ્રી બાલાભાઈની ટૂંક – ૨ સ્વયંસેવક શ્રી મોદીની ટૂંક – ૨ સ્વયંસેવક શ્રી હેમાભાઈની ટૂંક – ૨ સ્વયંસેવક શ્રી ઉજમફઈની ટૂંક – ૨ સ્વયંસેવક શ્રી સાકરશાની ટૂંક – ૨ સ્વયંસેવક શ્રી છીપાવસહી ટૂંક – શ્રી સવાસોમાંટૂંક – (ખરતર વસહી – ચૌમુખજી ની ટૂંક) – ૪ સ્વયંસેવક શ્રી નરશી કેશવજી ની ટૂંક અને બહારનો પરિસર – ૨ સ્વયંસેવક અન્ય જરૂરિયાત - ૨ સ્વયંસેવક કુલ ૩૦ સ્વયંસેવકો દરરોજ માટે
Allotment of 14 location among 30 Volunteer for Palitana Seva / Giriraj Seva
- Dada Darbar - 1
- Dada Rangmandap - 1
- Dada Toonk Parisar - 4
- Shantinath dada to Kumarpal Derasar - 4
- Giriraj Inspector Office - 2
- Shri Balabhai Toonk - 2
- Shri Modi Toonk - 2
- Hemabhai Toonk - 2
- Ujamfai Toonk - 2
- Sakarsha Toonk - 2
- Chipawasi Toonk and Chomukh Toonk - 4
- Sheth Narshi Keshavji Toonk - 2
- Common Volunteer in 9 Toonk Location - 1
- Common Volunteer in Dada Toonk Location - 1
Total : 30 Volunteer and 14 locations
નિયમો
આ પ્રમાણે ઉપરોક્ત ૧૪ સ્થાનો પર નિત્યક્રમથી આપણા સ્વયંસેવકોની હાજરી ગોઠવાય એ હેતુ થી આ આયોજન કરેલ છે, આપણું કાર્ય તો જે તે કાર્યની દેખરેખ, અશાત્નાનું નિવારણ અને સ્વયં પ્રભુ પૂજાનો લાભ, તો આપને ખ્યાલતો આવીજ ગયો હશે કે કેવી રીતે ગોઠવાશે આ વ્યવસ્થા તંત્ર. તો જુઓ, આ સેવાનો લાભ લેવા વર્ષ દરમ્યાન એક વખત સળંગ ત્રણ દિવસ આપે ફાળવવાના રહેશે. ક્યાં ત્રણ દિવસ તમારે સેવા આપવાની છે તેની ફાળવણી પેઢી દ્વારા પેઢી પાસે આવેલી તમામ અરજીઓના ડ્રો દ્વારા કરવામાં આવશે અને તે જ પ્રમાણે તમારે એ જ દિવસો દરમ્યાન ફરજીયાત સેવા આપવાની રહેશે. તારીખમાં ફેરફારને અવકાશ રહેશે નહિ. કારતક સુદ પૂનમથી અષાડ સુદ ચૌદસ એટલેકે આઠ માસ દરમ્યાનમાં આપને ફાળે આવતા ત્રણ દિવસ સળંગ પાલીતાણામાં રોકાવાનું રહેશે અને પેઢીની સુચના પ્રમાણે કાર્ય કરવાનું રહેશે. પાલીતાણા આવવા તથા જવાની વ્યવસ્થા જાતે અને સ્વ ખર્ચે કરવાની રહેશે પેઢી તરફથી રહેવા તથા જમવાની વ્યવસ્થા આપવામાં આવશે. આપના ફાળે આવેલ સેવાની તારીખના આગલા દિવસે બપોરના ૫-૦૦ કલાક સુધીમાં સ્વયં સેવકોએ પોતાના સ્વ ખર્ચે પાલીતાણાના કેન્દ્ર પર પહોચવાનું રહેશે. પાલીતાણાના કેન્દ્ પર શરુ થતી તિથી/તારીખના આગલા દિવસે એકઠા થયેલા સેવકો નાં ગ્રુપ ને પેઢી દ્વારા એક કલાક સંપૂર્ણ માહિતી માર્ગદર્શન સહ સમજુતી આપવામાં આવશે જેમાં શું કામગીરી કરવાની છે અને કેવી રીતે સેવા આપવાની છે તે બાબતે બધી જ છણાવટ કરવામાં આવશે. સમજુતી અને માર્ગદર્શનનો સમય પૂર્ણ થયે દરેક સ્વયં સેવકોએસંયમ પોતાની જાતે જ “સેવા કુંભ”માંથી એક ચિઠ્ઠી ઉપાડવાની રહેશે અને તેમાં જે સ્થાન લખાયેલ હોય તે સ્થાન પર સતત ૩ દિવસ તેમાં લખેલ ફરજના સમય પ્રમાણે સેવા આપવાની રહેશે. ૩ દિવસ ફરજ બજાવ્યા પછી ત્રીજા દિવસે ફરજ પૂર્ણ થયે પરત થઇ શકશે. આ સેવાનો લાભ ફક્ત ૨૫ થી ૫૦ વર્ષના સશક્ત અને કોઈપણ શારીરિક ખોડખાપણ ન ધરાવતા હોય એવા ભાઈઓ જ લઈ શકશે. તારીખમાં ફેરફારને અવકાશ રહેશે નહિ તારીખની જાણ ત્રણ મહિના પહેલા કરી દેવામાં આવશે. કોઇપણ જગ્યાએ સેવા આપવાથી એક સરખું જ ફળ મળે છે. સેવા કુંભમાં થી મળેલ ચિઠ્ઠી પ્રમાણે નાં સ્થાનની અદલા-બદલી થઇ શકશે નહિ. આ યોજનાનું સંચાલન શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પોતે કરે છે. એક વર્ષના આયોજન માટે ૨૪૦૦ યુવાનોની જરૂરિયાત રહેશે જેથી તેનાથી વધુ અરજી આવી હશે તો તે ડ્રો માં જેમનું નામ / નંબર આવશે તેનેજ સેવાનો લાભ મળશે. બાકીના ફોર્મ કેન્સલ ગણાશે. આ યોજના શેઠ આણંદજી કલ્યાણજીએ તીર્થાધીરાજના સુદ્રઢ, સુચારૂં વહીવટ અને વ્યવસ્થા માટે આયોજન કરેલ છે તો આપ સહુના સાથ અને સહકારથી જ સફળ થઇ શકે તો તે માટે સંપૂર્ણ સહકાર આપશો. અરજી પત્ર આપે ભરીને અમદાવાદ પેઢીના એડ્રેસ ઉપર મોકલી આપવાનું રહેશે. અરજી પત્ર વ્યવસ્થિત અને સંપૂર્ણ મહીતીપુર્વક સારા અક્ષરો માં ભરીને મોકલવા વિનંતી. ગિરિરાજની સેવાના અપૂર્વ લાભ માટે આવો, પધારો અને લાભ લો. સંપૂર્ણ માહિતી વાંચ્યા પછી કદાચ આપ જોડાવવા ઇચ્છતા ન હો તો ફોર્મ ભરવું જરૂરી નથી પણ ફોર્મ ભર્યા પછી આપ સેવા આપવા બંધાયેલા છો. ઉપરના દરેક નિયમોમાં સંજોગો અનુસાર ફેરફાર કરવાની સત્તા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ને અબાધિત રહેશે. જય જીનેન્દ્ર
Rules:
- 3 Days Continuous Seva once in Year
- Date will be given by Pedhi
- Chaturamas 4 Months wont be given to anybody
- Tickets and Fare should be paid by Volunteer
- Stay and Meals will be arranged by Pedhi
- Reporting should be done 1 day in advance at 5pm at Palitana as the guidance will be given for Seva
- Location will be allotted as per the Lucky Draw from "Seva Kund" Box
- Dates will be give 3 months in Advance for Seva
- Seva given at any location of Giriraj gives equal result.
- 2400 volunteer are needed each year
- The names will be selected as per the Lucky Draw done by Pedhi
- Please take the advantage of Giriraj Seva and send your filled forms to Pedhi's Ahmedabad Office.
Contact Pedhi At
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી
“શ્રેષ્ઠી લાલભાઈ દલપતભાઈ ભવન”, ૨૫, વસંતકુંજ, નવા શારદા મંદિર રોડ,
પાલડી – અમદાવાદ – ૩૮૦૦૦૭
ફોન: ૨૬૬૦૮૨૪૪-૫૫, ૨૬૬૪૪૫૦૨, ૨૬૬૪૫૪૩૦
ઈમેઈલ: shree_sangh@yahoo.com
Seth Anandji Kalyanji Pedhi
"Shreshti Lalbhai Dalpatbhai Bhavan"
25, Vasantkulj, New Sharda Mandir Road,
Paldi , Ahmedabad - 380007
Contact Nos : 079 26608244, 026645430
Email : shree_sangh@yahoo.com
Incase of any mistake in the Above Data "Michaami Dukkadam"
Harak Soni Jain
+91 9404050836